હવે ગેસ એસીડીટી કરો દૂર માત્ર ૧૦ મિનીટ માં જાણો ઘરેલું ઉપચાર.

Gastritis
Gastritis

એસીડીટી દૂર કરવા માટે ઘરેલું ઉપચાર.

 • અનાનસના ટુકડા પર સાકર અને મરી ભભરાવીને ખાવાથી એસીડીટી મટે છે.
 • એલચી સાકર અને કોકમની ચટણી બનાવી ખાવાથી એસીડીટી મટે છે.
 • દ્રાક્ષ અને બાલ હરડે સરખેભાગે લઈ એટલી જ સાકર મેળવી તેની રૂપીયાભાર જેવડી ગોળીઓ બનાવી લેવાથી એસીડીટી મટે છે.
 • ગંઠોડા અને સાકરનું ચુર્ણ લેવાથી તથા સુંઠ ખડી સાકર અને આમળાનું ચુર્ણ લેવાથી એસીડીટી મટે છે.
 • અડધા લિટર પાણીમાં એક લીંબુનો રસ નાખી અડધી ચમચી સાકર નાખી બપોરે જમતા પહેલાના અડધા કલાક પહેલા પીવાથી એસીડીટી મટે છે.
 • ધાણાજીરુનુ ચુર્ણ ખાંડ સાથે લેવાથી એસીડીટી મટે છે અને છાતીની બળતરા થતી હોય તો તે મટે છે.
 • ૧૦૦ થી ૨૦૦ ગ્રામ દૂધમાં થોડી સાકર તથા ઘીમાં સાંતળેલા કાળા મરી ચાર પાંચ નંગનું ચુર્ણ નાખી સાંજે પીવાથી એસીડીટી મટે છે.
 • ૧ થી ૨ ગ્રામ જેટલો ખાવાનો સોડા ધાણા જીરાના ચુર્ણમાં અથવા સુદર્શન મેળવી લેવાથી એસીડીટી મટે છે.
 • તુલીસના પાનને દહીં કે છાશ સાથે લેવાથી એસીડીટી મટે છે.
 • એસીડીટી થવાનું કારણ?
 • ૧)પેટમાં હોજરી પાસે એસિડ ભેગું થઈ જાય તો એસિડિટીની સમસ્યા સર્જાય છે. ઓછા-વધતાં પ્રમાણમાં દરેકને ક્યારેકને ક્યારેક તો એસિડિટીની સમસ્યા સર્જાય જ છે, અને મોટે ભાગે તેનું કારણ સ્પાઈસી ખોરાક હોય છે. ક્લિક કરો અને જાણો, એસિડિટીની ૨)સારવારના ઘરગથ્થુ ઉપચારો..
 • એરેટડ એટલેકે વાયુમિશ્રિત પીણાં તેમજ કેફિન અવોઈડ કરો. હર્બલ ટી સારો વિકલ્પ છે.– રોજ એક ગ્લાસ હુંફાળુ પાણી પીઓ. – રોજના ડાયટમાં કેળું, તડબુચ અને કાકડી ઉમેરો. એસિડિટી દુર કરવા માટે તડબુચનું જ્યુસ શ્રેષ્ઠ ઉપાય છે.– જો એસિડિટીની સમસ્યા હોય તો નાળિયેર પાણી સિસ્ટમની તીવ્રતા ઓછી કરે છે.
 • પાણીમાં ફોદીનાના થોડા પાંદડા ઉકાળો અને જમ્યા પછી એક ગ્લાસ પીવાથી એસિડિટી નહીં થાય.– લવિંગ મોઢામાં નાખીને ચુસવાથી પણ રાહત મળે છે.– ગોળ, કેળું, લીંબુ, બદામ ,દહીં વગેરેથી પણ એસિડિટીમાં તાત્કાલિક રાહત મળે છે.– સ્મોકિંગને કારણે પણ એસિડિટી થઈ શકે છે, માટે નો સ્મોકિંગ, નો ડ્રિંકિંગ.
 • આદુ પાચન પ્રક્રિયામાં મદદ કરે છે. કેપ્સ્યુલમાં આદુનો પાવડર પણ મળે છે, અથવા તમે રસોઈમાં આદુનો ઉપયોગ કરી શકો છો.– લંચ કર્યાના એક કલાક પહેલાં સાદું લીંબુ પાણી પીવાથી બેચેની દુર થાય છે.– સરગવો, કોળું, કોબીજ, ગાજર જેવી શાકભાજી વધારે ખાવી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here