સપનાવાળી ઊંઘ જરૂરી છે: સ્થૂળતા અને ડિપ્રેશનનું જોખમ ઘટાડે છે, સારી ઊંઘ માટે આ બે પ્રકારની પ્રેક્ટિસ કરો.

અત્યાર ના આધુનિક યુગ માં બધાજ લોકો ને ભાગ દોડ ભરી લાઈફ માં શાંતિ થી નથી સારો ખોરાક લય શકતા કે નથી સારી પૂરતી નીંદર લય સકતા.તો આજે આપણે જણાવીએ કે કય રીતે જરૂરી છે ડીપ સ્લીપ અને કેટલા કલાક સુધી નીંદર લેવી જોઈએ.

જો તમે 8 કલાક ઊંઘતા હો તો તેમાં 20% એટલે કે 96 મિનિટની ડીપ સ્લીપ જરૂરી છે.

સારી ઊંઘ ખૂબ જરૂરી છે. ખાસ કરીને ડીપ સ્લીપ. આ આપણા શરીરને રીપેર કરવાનો પાવર આપે છે. પૂરતી ઊંઘથી માત્ર સ્થૂળતા, હૃદયરોગ જેવી બીમારીઓથી રાહત જ નહીં પણ બીમાર થવા પર જલ્દી સારું પણ થઈ જાય છે.

ઊંઘના ચાર સ્ટેજ હોય છે. સૌથી મહત્ત્વનો સ્ટેજ રેપિડ આઈ મુવમેન્ટ REM. આ સ્ટેજમાં આપણને સપના આવે છે. આ સ્ટેજ શરીરને સૌથી વધારે ફાયદો પહોંચાડે છે. જો તમે 8 કલાક ઊંઘતા હો તો તેમાં 20% એટલે કે 96 મિનિટની ડીપ સ્લીપ જરૂરી છે.

  1. સ્ક્રીન ટાઈમ કંટ્રોલ કરો
    સ્લીપ ફાઉન્ડેશનનાં જણાવ્યા પ્રમાણે, સેલ ફોન કમ્પ્યુટર જેવા ઇલેક્ટ્રોનિક ડિવાઈસ શોર્ટ-વેવલેન્થનો પ્રકાશ ઉત્સર્જીત કરે છે. આ બ્લૂ લાઈટ સાંજનાં સમયે ઊંઘ લાવતા હોર્મોન મેલાટોનિન ઓછું કરે છે. આ સ્લો વેવ્સ અને REMના સમયને પણ ઓછું કરે છે.
  2. બ્રીધિંગની 4-7-8 ટેક્નિક વાપરો
    આ ટેક્નિક માટે આરામદાયક સ્થાન પર ઊંઘી જાઓ. જીભ તાળવે રાખો. હોઠ ખોલીને સીટી વગાડતા હો તેમ અવાજ કરીને મોઢામાંથી શ્વાસ બહાર કાઢો. હવે હોઠ બંધ કરી લો. ધીમે-ધીમે ચાર સુધી ગણતરી કરીને નાકથી શ્વાસ લો. સાત સેકન્ડ સુધી શ્વાસ રોકો. આઠ સેકન્ડ સુધી પહેલાંની જેમ અવાજ કરીને મોઢેથી શ્વાસ બહાર કાઢો.

ઊંઘના બે ચક્ર, છેલ્લા બે ચક્ર શરીરની રિકવરી માટે જરૂરી

પ્રથમ ચક્ર: નોન રેપિડ આઈ મુવમેન્ટ એટલે કે NREM સ્ટેજ 1-જેવા તમે ઊંઘો છો તેવી આ સ્થિતિ શરુ થઈ જાય છે. આ સ્ટેજ આશરે 20 મિનિટ સુધી હોય છે.


બીજું ચક્ર: NREM સ્ટેજ 2-ઊંઘની આ અવધિ રાતભરની ઊંઘની આશરે 50% હોય છે. આ સ્થિતિમાં મગજ સ્લો વેવ્સ અને ડેલ્ટા તરંગો છોડવાનું શરુ કરે છે.


ત્રીજું ચક્ર: NREM સ્ટેજ 3 ઊંઘના આ સ્ટેજને ડીપ સ્લીપ કહેવાય છે. આ શરીરની રિકવરી અને વિકાસ માટે મહત્ત્વપૂર્ણ ચરણ છે.


ચોથું ચક્ર: રેપિડ આઈ મુવમેન્ટ એટલે REM-ઊંઘની આ અવસ્થામાં આશરે બધી માંસપેશીઓ રિલેક્સ થઈ જાય છે. શ્વાસ અનિયમિત હોય છે. સપના આવવાનાં શરુ થાય છે. આ આપણી ઊંઘનું છેલ્લું અને સૌથી મહત્ત્વનું ચક્ર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here