પ્રેગ્નન્સીમાં આ દવા નો ઉપયોગ કરવા થી થય શકે છે.ભારે નુક્સાન જાણો ?

ડૉક્ટરની સલાહ લીધા વગર આ પેનકિલરથી દૂર રહેવું, આડેધડ દવા લેવાથી ગર્ભમાં ઉછરી રહેલા બાળકના વિકાસ પર પડે છે અસર.

પ્રેગ્નન્સીમાં કોઈ પણ દવા ડૉક્ટર કન્સલ્ટ ના કરે ત્યાં સુધી ના લેવી જોઈએ

આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિકોની ટીમે પ્રેગ્નન્સીમાં પેરાસિટામોલના ઉપયોગ પર સ્ટડી કરી. પ્રેગ્નન્ટ મહિલાઓએ ડૉક્ટરને પૂછ્યા વગર કોઈ પણ પ્રકારની પેનકિલર કે પેરાસિટામોલ ના લેવી જોઈએ. આ દવા લેવાથી આવનારા બાળક પર ખરાબ અસર થાય છે. ગર્ભમાં ઉછરતા બાળકના વિકાસ પર ખરાબ અસર થાય છે અને જન્મ પછી બાળકને મગજની તકલીફો થઈ શકે છે.

પ્રેગ્નન્સીમાં દવાની અસરને બે રીતે ચેક કરી
નેચર રિવ્યૂ એન્ડોક્રાઈનોલોજી જર્નલમાં પબ્લિશ રિસર્ચ પ્રમાણે, બ્રેન, રિપ્રોડક્શન અને યુરિનની બીમારીઓનું પેરાસિટામોલ સાથે ક્નેક્શન મળ્યું છે. આ સમજવા માટે રિસર્ચરની ટીમે 1995થી 2020માં થયેલા પેરાસિટામોલ અને પ્રેગ્નન્સી સાથે જોડાયેલા રિસર્ચનું એનાલિસિસ કર્યું.

રિસર્ચ કરનારા કોપેનહેગન યુનિવર્સીટીના રિસર્ચર ક્રિસ્ટેન્શને પ્રેગ્નન્સી દરમિયાન પેરાસિટામોલની અસર પર બે પ્રકારે તપાસ કરી. પ્રથમ પ્રેગ્નન્ટ પ્રાણીઓ પર અને બીજું ગર્ભવતી મહિલાઓ પર.


બાળકોમાં IQ લેવલ ઓછું
આની પહેલાંનાં રિસર્ચમાં ખબર પડી હતી કે, આવી માતાના બાળકોમાં ઑટિઝ્મ, હાયપર એક્ટિવિટી ડિસઓર્ડર, છોકરીઓમાં ધીમે ભાષા શીખવી અને IQ લેવલ વચ્ચે ઓછું કનેક્શન મળ્યું છે. દુનિયાભરમાં પેરાસિટામોલનો વધતો જતો વપરાશ ચિંતાજનક છે. તે બાળકોના સમજવા-વિચારવાની શક્તિ, શીખવાની કેપેસિટી અને બિહેવિયર પર ખરાબ અસર પાડે છે. પેનકિલર્સ અને ટેસ્ટિક્યુલર કેન્સર વચ્ચે કનેક્શન પણ મળ્યું છે.

પેનકિલરથી ઘણું નુકસાન
સંશોધકે કહ્યું, પેરાસિટામોલ લેતી માતાના સંતાનો સમય કરતાં પહેલાં જુવાન, સ્પર્મ કાઉન્ટ ઘટવા અને પ્રજનન ક્ષમતામાં ઘટાડાના કેસ જોવા મળ્યા છે. માદા પ્રાણીઓમાં ઈંડાંની સંખ્યામાં ઘટાડો અને પ્રજનનની ક્ષમતા ઓછી થઈ ગઈ.

પેરાસિટામોલ શું છે?
પેરાસિટામોલને એસિટામિનોફેન નામથી પણ જાણવામાં આવે છે. તેનો ઉપયોગ દુખાવા અને તાવની સારવાર માટે કરવામાં આવે છે. આ ઓવર ધ કાઉન્ટર દવા છે. તેને ડૉક્ટરની પ્રિસ્ક્રિપશન વગર પણ લઈ શકાય છે. પ્રેગ્નન્સીમાં દુખાવો થવો એ કોમન વાત છે. આ ટાઈમમાં દવા લેવાથી ઘણા નુકસાન થઈ શકે છે.


ગાયનેકોલોજિસ્ટનું શું કહેવું છે?
પ્રેગ્નન્સીમાં મહિલાઓને દુખાવો થવો એ સામાન્ય વાત છે. આથી પ્રેગ્નન્ટ મહિલાઓને અમે પેરાસિટામોલ લેવાનું કહીએ છીએ, પરંતુ આના પર નિર્ભર રહેવું જોખમી બની શકે છે. પેરાસિટામોલ 100% સેફ છે. અત્યાર સુધી દવાને લઈને ઘણી બધી ફરિયાદો થઈ છે. પરંતુ પ્રેગ્નન્સીમાં કોઈ પણ દવા ડૉક્ટર કન્સલ્ટ ના કરે ત્યાં સુધી ના લેવી જોઈએ. પેનકિલર દવાથી કિડની ખરાબ થવાની શક્યતા પણ હોય છે અને બાળકો પર તેની અસર થાય છે.
હંમેશાં આ વાતોનું ધ્યાન રાખો

ક્યારેય ખાલી પેટે પેનકિલર દવાઓ ના લો. તેનાથી શરીરમાં ગેસ્ટ્રિક કે એસિડિટી વધી જાય છે. તેનાથી તબિયત વધારે બગડી શકે છે.
તમે ભલે બે ઘૂંટડા પાણીથી દવા પીતા હો પણ દવા લીધા પછી શરીરમાં પાણીની અછત ના વર્તાય તેનું પૂરું ધ્યાન રાખો. તમારી દવાની અસર કિડનીની સિસ્ટમ પર પડે છે.
દવામાં કટકા કરીને કે ક્રશ કરીને ના લેવી. દવાનો આખો ડોઝ શરીરમાં ઓગળી જાય છે અને ઘણીવાર આપણું શરીર તેની અસર સંભાળી શકતું નથી અને આ દવાના ઓવરડોઝની જેમ કામ કામ કરે છે. જો તમારે એક ટેબલેટ લેવી હોય તો તેને તોડવાને બદલે આખી લેવી જોઈએ.

બીમારી ને લગતી કોઈ પણ માહિતી જલ્દીથી મેળવા માટે અમારા વોટ્સઅપ ગ્રૂપ માં જોડાવા માટે નીચે આપેલી લીંક પર ક્લીક કરો અને માહિતી સારી લાગે તો શેર કરો….

https://chat.whatsapp.com/EU6dzIHe3oa3CweYsS5cNS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here