પેશાબમાં બળતરા થતી હોય તો મટાડવા આ ઉપાય કરો,

ઉનાળો શરૂ થતાં જ ઘણાં લોકોને પેશાબમાં બળતરાની સમસ્યા થતી હોય છે પણ લોકો તેના પર વધુ ધ્યાન આપતા નથી. જોકે આ સમસ્યા થવા પાછળ ઘણાં કારણો જવાબદાર હોઈ શકે છે. જેમાં પેશાબ માર્ગે સંક્રમણ, કિડની સ્ટોન અને ડિહાઈડ્રેશન મુખ્ય કારણો છે. ઘણીવાર ગરમ તાસીરવાળી વસ્તુઓ વધુ પ્રમાણમાં ખાવાથી પણ આ સમસ્યા થાય છે. જેથી આજે અમે તમને ઘરે જ પેશાબમાં બળતરાની તકલીફને દૂર કરવાના કેટલાક ઉપાય જણાવીશું.

ઉનાળામાં વધી જાય છે પેશાબમાં બળતરાની સમસ્યા
ઘરેલૂ ઉપાયથી આ સમસ્યામાં મેળવો આરામ
દવાઓ વિના જ સારી થઈ જશે આ તકલીફ

શરીરમાં પાણીની કમીને કારણે પેશાબનો રંગ પીળો થઈ જાય છે અને બળતરા થવા લાગે છે. જેથી આખા દિવસમાં ભરપૂર પાણી પીવાની આદત રાખો. સાથે નારિયેળ પાણીનું સેવન પણ ડિહાઈડ્રેશન અને પેશાબની બળતરાને ઠીક કરવામાં મદદ કરે છે. તમે ઈચ્છો તો નારિયેળ પાણીમાં ગોળ અને ધાણાં પાઉડર મિક્સ કરીને પણ પી શકો છો.

કાકડી

કાકડીમાં અઢળક ગુણો રહેલાં છે. તે શીતળ અને પાચક હોવાને કારણે તેનું સેવન કરવાથી પેશાબમાં બળતરાની સમસ્યામાં આરામ મળે છે અને પેશાબ પણ છૂટથી થાય છે. કાકડીના ક્ષારીય તત્વ મૂત્રાશયના પ્રોપર ફંક્શનમાં મદદ કરે છે.

વિટામિન સી

વિટામિન સીથી ભરપૂર ફળો એટલે કે સિટ્રિક ફ્રૂટ પેશાબમાં સંક્રમણ પેદા કરતાં બેક્ટેરિયાને ખતમ કરી દે છે. સાથે પેશાબમાં બળતરાને પણ દૂર કરે છે. તેના માટે એલચી અને આમળાનો ચૂર્ણ સમાન ભાગમાં લઈને પાણીમાં મિક્સ કરીને પીવાથી ફાયદો થાય છે.

દાડમ

નિયમિત દાડમ ખાવાથી અથવા તેનો જ્યૂસ પીવાથી પેશાબમાં બળતરાની સમસ્યામાં આરામ મળે છે. આ સિવાય ફાલસા પણ આ તકલીફમાં લાભકારી છે. સવાર-સાંજ અડધી ચમચી હળદર ફાંકવાથી પણ આરામ મળે છે.

સ્વચ્છતા

પેશાબની જગ્યાએ કોઈપણ પ્રકારનું ઈન્ફેક્શન ન થાય તે માટે તે જગ્યાને સ્વસ્છ રાખવી જરૂરી છે. સાથે જ નિયમિત એ જગ્યાને સાફ કરતાં રહેવું અને અંડર ગારમેન્ટ્સ ઉનાળામાં દિવસમાં બેવાર બદલી લેવા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here